પૃષ્ઠો

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020

રે મન ચાલ ઉઠ|Maru Sahitya

 રે મન ચાલ ઉઠ, કુદી જા તુ આ નદીમાં.

તરતાં નથી આવડતું, ડુબી જા તુ આ નદીમાં. બેસીને કિનારે ક્યાં લગી જોયા કરીશ, તરતાં-ડુબતા બીજાને આ નદીમાં. અત્યારે જો સામો નહીં થાયે આ નીર ની, શું કરીશ જ્યારે કિનારા પણ ફેરવાઈ જાશે આ નદીમાં.

-Ronak

રાત છે, આ કેવી લાંબી|Maru Sahitya

 રાત છે, આ કેવી લાંબી, કેમ હજી પુરી નથી થાતી.

સવાર નથી થાતી, કે સોનેરી ઉંઘ પણ નથી આવતી. વાંક આ રાત નો નથી, વાંક આ સવાર નો પણ નથી, વાંક માંરી કલ્પનાઓ નો છે, જે કદી પુરી નથી થાતી.

-Ronak

પ્રણય ની પહેલી રાત છે|Maru Sahitya

 

પ્રણય ની પહેલી રાત છે, મસ્ત મજાનો સાથ છે.

દર્દ નથી, સર્દ નથી, ખોવાનો કોઈ ખેદ નથી.
ચાંદ છે, સિતારાં છે, ચમકે નયન તારાં છે.
ઝેર નથી, વેર નથી, દુનિયાની કોઈ કેર નથી.
સુમસામ રસ્તા ચાર છે, વાતોનો તારી ન પાર છે.
ઘર દુર છે, આગળ નથી, પહોંચવાની ઉતાવળ નથી.
પ્રણય ની પહેલી રાત છે, મસ્ત મજાનો સાથ છે.

-Ronak

મારી કવિતા|Maru Sahitya

 નાના નાના મિઠા ઝગડાંઓથી માંડીને,

આપણી તુતું-મેમેં વચ્ચે રચાતી મારી કવિતા એક એક પળે તારાં હળવા સ્મિતથી લઇ ને, તારાં આંસુઓ પર આંગળી ફેરવતી મારી કવિતા ખુશીઓંની સાથે હંમેશાં ઉછ્ળતી રહેતી, ઉદાસીઓંને એક ક્ષણ ના સાચવતી મારી કવિતા આપણા મૌન વચ્ચે બંધાઇ જતા સેતુથી, ટાપલી મારીને મસ્તી કરતી મારી કવિતા શ્બ્દોની સાથે દરરોજ રમતા રમતા, અનાયાસે આમ જ રચાઇ જતી મારી કવિતા
-From:Karan Mistry

મંગળવાર, 11 ઑગસ્ટ, 2020

ચાલ ભેરું, તને આજ ગામડું દેખાડું…|Maru Sahitya

ચાલ ભેરું, તને આજ ગામડું દેખાડું… ગઈ કાલે ૧ દિવસ માટે હું મારા ગામડે ગ્યો'તો. જ્યાં હું મારા બા અને દાદા સાથે જ મોટો થયેલો. જયારે મમ્મી-પપ્પા આવતા ત્યારે ખુમારી થી કે'તો કે વયાંજાવ.. વયાંજાવ આયા તમારું કામ નથી… પપ્પા, મમ્મી અને ભાઈ શહેરમાં રહેતાં. કદાચ એટલી સારી પરિસ્થિતિ જ નહોતી કે ૪ લોકો શહેરમાં રહી શકે, કદાચ એવડી મોટી રૂમ પણ ભાડે રાખી શકાય એમ નહોતી. ઘણા વરસો હું ગામડે રહ્યો એટલે મારો ગામડા પ્રત્યે નો પ્રેમ બીજાની સાપેક્ષે થોડોક વધારે છે અને હજી સુધી હું ગામડા તરફ થોડોક વધારે ખેંચાયેલો રહયો છું. પણ પછી ભણવા લાયક થયો એટલે ઉપાડી લીધો મને ગામડામાંથી… અને છૂટી ગયો એક નાનો ‘હું’ ત્યાં જ ગામડાની કોખમાં. માટીથી મથવા, મારા ઘરના ફળિયામાંથી આકાશનાં તારોડિયાં જોવા, બા પાસે રોજ નવી વાર્તા સંભાળવા, નદી એ ન્હાવા, નદીનાં તટમાંથી લિસ્સાં પથરાઓ વીણવા, ખેતરે જઈને કૂવામાં ઘૂઘવતાં પારેવડાં જોવા, માથાં પર બેડાં મૂકીને ચાલતી પનિહારીઓ, વડલે ચડીને કોઈ પંખીના માળામાં કિલકીલાટ કરતાં બચ્ચાં જોવાં, બગલમાં લાકડી ભરાવીને ઉભેલાં ગોવાળ ને કાળી ભેંસો સાથે ઊડતાં ધોળા બગલાં જોવા.. હવે આ બધું જ્યારે જોવા મળે ત્યારે પેલાંનો 'હું' બાર આવી જાય છે..! જ્યારે જ્યારે ગામડે જાઉં ત્યારે દૂ…ર શેરી માંથી હડી કાઢતો એક નાનો ૫-૬ વરસ નો ભૌતિક મને દેખાય છે, મને મળવા આવે છે, મારી સામે જોઈ ને ખુબ હસે છે… મને એની સાથે રમવા ખેંચી જાય છે. ‘’એયય.. હાલ ને રાખ માંથી સિમેન્ટ બનાવીએ ને પથરા ભેગાં કરી એમાંથી ગલૂડિયાંઓનું ઘર બનાવીએ" ગામનું પાદર, શેરી, ઢોરનાં પોદરા, ગમાણ, ચૂલો, ફળિયું, પાઘડી ને ચોયણી વાળા ભાભાં, ડેમ, ખેતર, બળદગાડું, ઘોડિયું, નળિયાવાળું ઘર, નાળિયેરી, પાળીયારું, કૂવો, આમલીના કાતરા, લીંબુડી, મીઠી બુંદી, દૂધ દઈને પાછાં આવતાં ખાલી કીટલાનો અવાજ, મંદિરની સંધ્યા આરતીમાં વાગતાં ઝાલર, ગાયનાં આંચળમાંથી નીકળતું દૂધ બોઘરાંમાં પડે ત્યાંરે નીકળતો અવાજ, મારો કિલકીલાટ.. આ બધું જ હું આ શહેર માં રહીને યાદ કરું છું અને જ્યારે મોકો મળે ત્યારે ગામડે જઈને થોડું જીવી લઉં છું. કદાચ હું ગામડા માંથી છુટો પડી ગયો છુ પણ ગામડું મારી અંદર થી છુટું પડ્યું નથી. એક અલગ જ દુનિયા સમાયેલી છે ગામડામાં. ત્યાં આપણાપણું ઠેરઠેર સમાયેલું છે. કદાચ કોઈ ની ડેલી માં પગ મૂકીને ક્યો કે ફલાણા ભાઈ નો દીકરો છું.. તો કોઈ ચા-પાણી પીધાં વગર નો જવા દ્યે.. અને એક વાર પૂછી લ્યે જ કે આવ્યા જ છો તો રોકાય જાવ ને ૨-૫ દિવસ. જ્યાં સુધી આ માનસિકતા છે ને કે "ગામડું એ તો ગામડું છે, ગામડાં અને શહેરમાં બહુ ફેર છે." ત્યાં સુધી જ ગામડું ધબકતું જ રહેશે. બધું શહેર જેવું કરી દેશું તો એ ગામડું ક્યાંક રૂંધાય જશે. એ સંસ્કૃતિ, એ વારસો શહેરની સુખ-સુવિધા નીચે દટાઈ જશે. મારે નથી જોઈતું એ ગામડું કે જ્યાં બધું સુખ રૂપ છે.. મારે તો એ ગામડું જોઈએ જ્યાં થોડુંક અધૂરું છે, જ્યાં આપણા હોવાની મીઠાશ વધુ છે ને જ્યાં આગળ નીકળી જવાની હડી કાઢવા કરતા જે છે એની સાથે ચાલવાની મજા છે. હું ઘણી વાર કહું છું કે મારે ગામડે રેહવું છે અને વારંવાર કહું છું કે "ગામડું એ ગામડું.. તમારા શહેરના ઊંચા મકાનો મારા નળિયાવાળા ઘરની સુગંધ નય લાવી શકે." “શા માટે માત્ર તહેવાર ઉજવવા જ ગામડે જઇએ છીએ.. જિંદગી ઉજવવા કેમ નથી જતા આપણે?” ડેમનાં પારા પરથી ઓઝતનાં પાણીમાં ધુબાકા મારતાં છોકરાંને જોતાં ધ્રુવ ગીત ની પંક્તિ યાદ આવે છે… “નાગડા ના’તા છોકરાને જોય તો થાય આખા ગામને એની જેમ ના’વાનું મન” “આઝાદ"

વિરહ|Maru Sahitya

વિરહ : પ્રેમ માટે પણ જરૂરી.

વિરહ કેટલો અજુકતો તો શબ્દ છે. એવું જ લાગે છે જાણે કે વિરહ એટલે દૂર હોવું અલગ રહેવું અને એકબીજાની યાદમા રડવું એટલે કે જુદાઈ. પણ શું દરેક વિરહ દુ:ખ આપનારું જ હોય છે?? દરેક વિરહ પછી રડવાનુ જ હોય છે?? વિરહથી પ્રેમ ઓછો થઇ જાય છે?? પ્રેમ માટે સાથે હોવું જ જરૂરી છે?? ના.. હું આવું માનતી જ નથી. વિરહ હંમેશા દુ:ખ આપનારુ નથી હોતું. વિરહ પછી હંમેશા રડવાનું પણ નથી હોતું કે વિરહથી પ્રેમ પણ ઓછો નથી થઇ જતો. ને પ્રેમ માટે સાથે હોવું પણ જરૂરી નથી હોતું. પ્રેમ કે કોઈ પણ સબંધ ત્યારે જ બોજ બની જાય છે કે જ્યારે તેમા વધારે પડતી જ આકાંક્ષાઓ હોય. જો કોઈ પણ સબંધ સ્વાથૅ વગર નિભાવવમાં આવે ત્યારે જ એ સાચો સબંધ હોય છે. પ્રેમના સામે પ્રેમ જ મળે તે તો જરૂરી નથી પણ એકનો પ્રેમ બંને માટે પૂરતો બને તે જરૂરી છે. રાધાકૃષ્ણ પણ ક્યાં એકબીજાના જીવનસાથી બની શક્યા પણ બંનેના જીવનમાં એકબીજાનું સ્થાન પણ કોણ લઈ શક્યું!! બંનેને વિરહ મળ્યો પણ અલગ થઈને પણ અલગ ક્યાં થઈ શક્યાં!! હજી પણ બંનેનો પ્રેમ અમર છે. જે અલગ થઈ ને પણ અલગ ન થાય એ જ તો પ્રેમ છે. વિરહ ની પણ એક અલગ જ મજા છે. દૂર હોવા છતાં એકબીજાનો સાથ અનુભવાય છે. યાદો માં જૂના સ્મરણો દેખાઈ જાય છે. વિરહ થી પ્રેમ ઘટતો નથી પરંતુ વધે છે જો પ્રેમ કોઈ પણ આકાંક્ષા વગરનો હોય. 😍 કેટલીક વાર દૂર રહેવાની પણ અલગ જ મજા છે. આ એક એવો અહેસાસ છે કે જેમા દુર હોવા છતાં એકબીજાને જાણવા મળે છે. જો પ્રેમ સાચો હોય તો વિરહ નડતો નથી , ને જ્યા માત્ર સ્વાથૅના કારણે પ્રેમ હોય તેમને વિરહ ગમતો નથી. રાધાકૃષ્ણ ની પ્રીત જ અનોખી છે. જેમા મનથી કદી વિરહ ન હતો. બંને માટે પ્રેમની પરિભાષા જ અલગ છે, જે દુનિયા ની રીત થી ઘણી દૂર છે. વિરહ પરથી એક નાનકડી વાત કહીશ તમને. એક સુંદર નવપરિણીત જોડું હતું બંનેનું નવું નવું લગ્ન થયેલું ને નવુ ન9વુ લગ્ન એટલે પ્રેમ તો વધી જ હોય. હવે બંનેના લવ મેરેજ થયાં હતા પણ બંનેનો સ્વભાવ તો અલગ અલગ. છોકરાનું નામ હતું પ્રેમ અને તે એના નામ જેવો જ પ્રેમાળ ખૂબ જ પ્રેમાળ ને છોકરીનું નામ ધ્વનિ જે થોડી ચંચળ. બંનેનું લગ્ન જીવન ખુબ જ સારું વિતતું હતું. બંનેના લગ્ન થયે બે વર્ષ વીતી ગયા. હવે પ્રેમના વધારે પ્રેમાળ સ્વભાવથી ધ્વનિ કંટાળવા લાગી તેથી બંને વચ્ચે ઝઘડા થવાં લાગ્યાં. ધ્વનિ એકદિવસ પ્રેમને કહ્યાં વગર જ તેના મમ્મી પપ્પા ના ઘરે જતી રહી. પ્રેમ પણ ધ્વનિ માટે ચિંતા કરવા લાગ્યો તે તેને લેવા પણ ગયો પણ ધ્વનિ આવવા તૈયાર જ ન થઈ. બંને એક મહીનો અલગ રહ્યાં. એકબીજાથી થોડો સમય દૂર રહી બંનેને ખબર પડી કે તે એકબીજા માટે જે અનુભવે છે તે આટલો સમય સાથે રહીને પણ ન સમજી શક્યાં જે આ વિરહથી સમજ્યાં હતાં ને બંને પાછા સાથે રહેવાં લાગ્યાં. મન છે એકબીજા માટે તો વિરહ પણ નડતો નથી. પ્રેમ છે એકબીજા માટે તો વિરહ કદી નડતો નથી. મન થી છો સાથે તો વિરહ એ નડતો નથી. વિશ્વાસ છે એકબીજા પર તો વિરહ ક્યારે નડતો નથી કે ક્યારેય નડશે પણ નહી. કેટલીક વાર સબંધમાં થોડા સમય નો વિરહ પણ જરૂરી હોય છે. સબંધમાં પ્રેમ અને વિશ્વાસ ની પરખ થઈ જાય છે. વિરહ દુઃખી થવા માટે નથી કે કોઈની યાદમાં રડવાં માટે નથી. વિરહથી પણ એકબીજાને સમજાય છે. પ્રેમની સાચી કસોટી થઈ જાય છે. આપણી લાગણીયોથી અવગત થવાય છે. હું તો કહું છું કે વિરહ એટલે,, વિ :- વિશ્વાસ ર :- રહેશે હ :- હંમેશા -Dhanvanti jumani (Dhanni )

હરખ વગર મન મલક મલક થાય છે કેમ ?|Maru Sahitya

 હરખ વગર મન મલક મલક થાય છે કેમ ?

સપના વગર આંખ ફડક ફડક થાય છે કેમ ? દર્દ વગર દિલ રડું રડું થાય છે કેમ ? વાત વગર વિચાર ફરું ફરું થાય છે કેમ ? સંગાથે પણ મને સુનું સુનું લાગે છે કેમ ? એકલા પણ મને સંગ સંગ લાગે છે કેમ ? મૌનમાં પણ મન બોલ બોલ કરે છે કેમ ? વાતમાં પણ શબ્દો ખાલી ખાલી રહે છે કેમ ? વિચારમાં વમળો ગોળ ગોળ થાય છે કેમ ? ઉનાળામાં વાયરો ઠંડો ઠંડો વાય છે કેમ ? બસ એજ તો પ્રેમ, એજ તો પ્રેમ...!

-કિશન ભાતેલીયા - સંવેદનાના સરનામે

શનિવાર, 6 જૂન, 2020

માણો તો મોજ છે|Maru Sahitya

માણો તો મોજ છે, બાકી ઉપાધી તો રોજ છે,
જીવન કેરી જ્યોતમાં, કાળી મશ તો રોજ છે,

વિચારોનાં વાદળ ને, ફૂલવું તો જોને રોજ છે,
પણ દિલ કેરા દરીયામાં, ભરતી ને ઓટ તો રોજ છે,

જંગલની માફક, જીવવું તો જોને રોજ છે,
પણ સમાજ કેરી વાડમાં, નવી કોળ તો રોજ છે,

પથિકની માફક, ચાલવું તો જોને રોજ છે,
પણ પગ કેરી કેડીમાં, ખરતાં કાંટા તો રોજ છે,

આ માણસ માણસ ને, જોને જોતો રહે છે "કૌશિક",
આમ જ મારી-તારી કરવામાં, દિવસો જતાં રહે છે રોજ.

 -કૌશિક એન. પટેલીયા

મન નથી, બુદ્ધિ નથી કે ન કર્મ છું|Maru Sahitya

મન નથી, બુદ્ધિ નથી કે ન કર્મ છું;
દેહ નહીં, વાણી નહીં કે ન અંગ છું.

આગ નહીં, માટી નહીં, નહીં આસમાન;
જળ નહીં, વાયુ નહીં કે ન પ્રાણ છું.

ના કોઈ આકાર, ના ગુણ, રૂપ-રંગ;
ધર્મ, અર્થ, ન કામ કે ન મોક્ષ છું.

જન્મ-મૃત્યુ, ધનમાં કે નહીં દૈન્યમાં;
બાલ્ય, યૌવન કે જરા કે ન રોગ છું.

પાપમાં હું નથી, નથી હું પુણ્યમાં;
ના સમય, સુખ-દુઃખ કે ન ભોગ છું.

જાતિમાં નહીં, દેશમાં, નહીં વર્ણમાં;
પ્રેમ, મમતા, મિત્રતા કે ન શોક છું.

કર્મકાંડમાં હું નથી, નથી વાદમાં;
મંદિરોમાં હું નથી કે ન તિર્થ છું.

તર્કમાં હું નથી, ન અર્થ, ન શાસ્ત્રમાં;
દર્શને નહીં, શ્રુતિ, સ્મૃતિ કે ન વેદ છું.

 પ્રકૃતિ છું, શૂન્ય છું, બ્રહ્માંડ છું;
સર્વવ્યાપક સત્યનો અજવાશ છું.

-કેયુર સોની

હકીકત કે સ્વપ્ન..? |Maru Sahitya

હકીકત કે સ્વપ્ન..? 


હું ઘાયલ થયો કેમ? જરા શોધો,
એ કોની આંખો હતી ? જરા શોધો !
એ ચહેરો દુંધળો થઇ ગયો છે,
અરીસા પર પથ્થર કોનો?જરા શોધો !
રાત-ભર હું સૂતો જ નથી,
જાગતી આંખોમાં કોણ? જરા શોધો !
નથી મહેફિલમાં હવે રોશની,
સાંજ શણગારી કોણે ? જરા શોધો !
નજરથી જ્યારે નજર મળી,
પલકો ત્યારે કેમ જુકી ? જરા શોધો !
બેચેન છે ખામોશી જાણવા,
એ હકીક્ત કે સ્વપ્ન છે? જરા શોધો !

- 💜ખામોશી💜

મુજ સમય ના સતાવેલા ને ના સતાવ |Maru Sahitya

મુજ સમય ના સતાવેલા ને
ના સતાવ ઓ પ્રિયતમા મારી

મુજ નાપાસ ,નાસીપાસ ને
બહુ ના દઝાવ પરીક્ષા કેરી

શબ્દો ની સાઠ મારી માં ના
ઉલઝાવ વફાદારી જીવ જેવી

હું 'નરેન' છું દિલ નાે રાજા
શું આપું સાબિતી દીલ ની મારી.

-નરેન

ખર્ચાળું ને લફરાળું આ જીવન|Maru Sahitya



ખર્ચાળું ને લફરાળું સાથે જીજ્ઞાસાવાળું
આ જીવન અનાેખું ને પળ પળ છે ન્યારું
કાેઇ ના પામે અેનાે ભેદ ભરમ પરમ કરમ
હાેય જે નરસિંહ ને મીરા ,ધ્રુવ ને શબરી
એ જ સમજે એને ભલે નાે હાે અભણ
અાપણે સાૈ તાે પામર મનુષ્ય માંઙું મન
શી રીતે સમજીઅે તારી રીત રસમ ગહન
હું 'નરેન' તાે દિલ નાે રાજા બસ શબ્દાે કેરાે
'દલપત' થકી ઙાહ્યાે હું કરું વાત હું ઙાહ્યી

-નરેન

લોકડાઉનમાં મનડાઉન|Maru Sahitya

કાવ્ય: *"લોકડાઉનમાં મનડાઉન"* 


ખુલ્લા બારણાં છતાં આપણે
અંદર લોક છીએ,
લોકડાઉનમાં સ્થિતિ આપણી-
મનડાઉન છીએ...
આવ્યો અવશર ઘરે રહી
દેશભક્ત બનવાનો,
બહાર ન નીકળવુ એ જ છે
દેશભક્તિ આપણી...
સોશ્યલ મિડીયાથી ઘેરાઈ રહી
દિવસો આમ વિતે,
સોશ્યલ ડીસ્ટેનશિંગનું પાલન કરી
દેશ આપણો જીતે...
દૂર કરી 'કોરોના'ને વિજય
દેશનો કરોને,
ઘરે રહીને જ દેશભક્ત બની
દૂર કરોને...
કરો જે તે નિષ્ઠાપૂર્વક કરો દેશનું
 આટલું કરોને,
ઘરે રહેવાનો પગાર મળે તો
નિષ્ઠાથી એ કરોને...
પ્રકૃતિનું રી-સાયકલિંગ થયું
જાણે વિશ્વમાં,
પિંજરમાં આપને પૂરાના ને
પ્રાણીઓ ખુલ્લે ફરે...
નથી કઈ ચિંતા છતાં ચિતા
પરની બીક છે,
'લોકડાઉન'માં મન આપણું
'મનડાઉન' છે...
 દુલ્હનનો ઘુંઘટ સમજી માસ્ક
બધા પહેરોને,
જેમ ઈજ્જત,લાજ બચાવે તેમ
 બચવા માટે પહેરોને...
ઘરે રહો સુરક્ષિત રહીએ ભારતવાસીઓ આપણે,
ઘરે જ રહીને દેશભક્ત બનીએ! દેશને વિજય કરીએ...

-સહજય. અજયસિંહ છાસટીયાં.

મને અજમાવતી હતી,રાત માં એ ચાંદની . |Maru Sahitya

મને અજમાવતી હતી,રાત માં એ ચાંદની .
હું જ્યારે ગળે મળુ,સાંચો માં સમાવી લેતી ચાંદની

 ઘણુ બધુ કહેવુ છે મારે એને...
મારી આંખોની પલકોમાં સ્વપ્ન સમાવતી ચાંદની

જ્યારે પણ મળુ છું,શાંત રાતો માં
ઘણુ બધુ કહેવા જાવ ત્યાં, પલકો ભીની થાય ચાંદની

 હું મહેસૂસ કરુ છું, અલગ તો નથી ને ચાંદની
તો ક્યારેક ઘટા બની છાયો આપી જાય ચાંદની

 ક્યારેક આંખોમાં આસુ બની,સમાવી જાય ચાંદની
આટલી શરારતમાં મને પલાળી જાય આ ચાંદની

-પ્રવીણ મકવાણા