પૃષ્ઠો

ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2021

ગુમાવી બેઠો છુ |Gujarati Poem

 પેન લઈ હાથ થી તલવાર ગુમાવી બેઠો છુ

આ સમયે "દરબાર" ...હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ.. હજી ક્ષાત્ર વટે સાચવી ને રાખ્યો છે ભલેને વટ ને વીરતા ગુમાવી બેઠો છુ તમે ભલે ખૂબ ફાવ્યા લોકશાહી મા હુ મારા અંદર ની રાજાશાહી ગુમાવી બેઠો છુ માતાજી તો સાથે ત્યારે હતા ને આજે પણ છે હુ મારી નેક ને ટેક ગુમાવી બેઠો છુ પા"ઘડી જીવ્યા પૂર્વજો અમારા હુ પાઘડી પણ ગુમાવી બેઠો છુ ક્ષાત્ર વટ સંસ્કૃતિ ની રક્ષણ માટે પાળીયા થયા પૂર્વજો મારા હુ એ પાળીયે ચપટી સિંદુર ની સમજણ ગુમાવી બેઠો છું થાય છે કે એક દુહે કવિરાજ ને દઈ દઉ ગામ ના ગામો પણ શું કરુ? " દરબાર" હું મારુ "રજવાડું" ગુમાવી બેઠો છુ..

From- Sodha Dharmendrasinh

ટેવ પડી ગઈ છે |Gujarati Poem

 *** ટેવ પડી ગઈ છે...!!! ***

ચંદ્રને કહેજો હવે તારી જરૂર નથી, અમાસની અમને ટેવ પડી ગઈ છે...! સરકારને કહેજો હવે સહાય ની જરૂર નથી, ગરીબાઈની અમને ટેવ પડી ગઈ છે...! અમારા પેટને હવે રોટલા ની જરૂર નથી, ભૂખ્યા રહેવાની અમને ટેવ પડી ગઈ છે...! ચૂંટાઈને આવ્યા તમે, હવે વચનોની જરૂર નથી, મતદાન કરવાની અમને ટેવ પડી ગઈ છે...! ગગનને કહેજો હવે તારી જરૂર નથી, પીંજરાની અમને ટેવ પડી ગઈ છે...! કાયદાના રક્ષક ને કહેજો હવે તારી જરૂર નથી, લુંટાવવાની અમને ટેવ પડી ગઈ છે...! યમરાજને કહેજો હવે તારી જરૂર નથી, મરવાની અમને રોજની ટેવ પડી ગઈ છે...! સગવડતાને કહેજો હવે તારી જરૂર નથી, અગવડતામાંજ સગવડતા શોધવાની અમને ટેવ પડી ગઈ છે...!

- અલ્પેશ સરસિયા

Gujarati Poet | મારી કવિતા | કરણ મિસ્ત્રી

 નાના નાના મિઠા ઝગડાંઓથી માંડીને,

આપણી તુતું-મેમેં વચ્ચે રચાતી મારી કવિતા એક એક પળે તારાં હળવા સ્મિતથી લઇ ને, તારાં આંસુઓ પર આંગળી ફેરવતી મારી કવિતા ખુશીઓંની સાથે હંમેશાં ઉછ્ળતી રહેતી, ઉદાસીઓંને એક ક્ષણ ના સાચવતી મારી કવિતા આપણા મૌન વચ્ચે બંધાઇ જતા સેતુથી, ટાપલી મારીને મસ્તી કરતી મારી કવિતા શ્બ્દોની સાથે દરરોજ રમતા રમતા, અનાયાસે આમ જ રચાઇ જતી મારી કવિતા

-કરણ મિસ્ત્રી