હરખ વગર મન મલક મલક થાય છે કેમ ?
સપના વગર આંખ ફડક ફડક થાય છે કેમ ? દર્દ વગર દિલ રડું રડું થાય છે કેમ ? વાત વગર વિચાર ફરું ફરું થાય છે કેમ ? સંગાથે પણ મને સુનું સુનું લાગે છે કેમ ? એકલા પણ મને સંગ સંગ લાગે છે કેમ ? મૌનમાં પણ મન બોલ બોલ કરે છે કેમ ? વાતમાં પણ શબ્દો ખાલી ખાલી રહે છે કેમ ? વિચારમાં વમળો ગોળ ગોળ થાય છે કેમ ? ઉનાળામાં વાયરો ઠંડો ઠંડો વાય છે કેમ ? બસ એજ તો પ્રેમ, એજ તો પ્રેમ...! -કિશન ભાતેલીયા - સંવેદનાના સરનામે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો