નાના નાના મિઠા ઝગડાંઓથી માંડીને,
આપણી તુતું-મેમેં વચ્ચે રચાતી મારી કવિતા એક એક પળે તારાં હળવા સ્મિતથી લઇ ને, તારાં આંસુઓ પર આંગળી ફેરવતી મારી કવિતા ખુશીઓંની સાથે હંમેશાં ઉછ્ળતી રહેતી, ઉદાસીઓંને એક ક્ષણ ના સાચવતી મારી કવિતા આપણા મૌન વચ્ચે બંધાઇ જતા સેતુથી, ટાપલી મારીને મસ્તી કરતી મારી કવિતા શ્બ્દોની સાથે દરરોજ રમતા રમતા, અનાયાસે આમ જ રચાઇ જતી મારી કવિતા -From:Karan Mistry
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો